Dang: સાપુતારા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નોટિફાઈડ એરીયા કચરીનાં સ્ટાફ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
5 જૂનનાં રોજ વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે પર્યાવરણને બચાવવા તથા પ્રકૃતિને લઈને લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફીસર મેહુલભાઈ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી.પરમારનાં માર્ગદર્શન હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સાપુતારાનાં સર્પ ગંગા તળાવના ખાલી થયેલ ભાગમાંથી કર્મચારીઓએ પ્લાસ્ટિક તથા કચરો વીણીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતુ.અહીં ઉલ્લેખનીય છે કે, જો સર્પગંગા તળાવ પાસે કચરો હોય તો ચોમાસામાં પાણી ભરાવાને કારણે ગંદકી ફેલાય શકે છે.જેથી ચોમાસા પહેલા સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરી નવી પહેલ ઉભી કરી હતી.સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ તથા નાયબ મામલતદાર પી.વી પરમારે વિશ્વ પર્યાવરણ દિવસે ફરવા આવતા પ્રવાસીઓને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો..