ડાંગ જિલ્લામાં S.S.C બોર્ડની સાથે સાથે H. S. C બોર્ડનાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પણ શુભારંભ થયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં HSC બોર્ડની પરીક્ષાનાં પ્રથમ દિવસે સામાન્ય પ્રવાહનાં અર્થશાસ્ત્ર વિષયની 1706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી,જ્યારે વિજ્ઞાન પ્રવાહનાં ભૌતિક વિજ્ઞાન વિષયની 315 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.
ડાંગ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે 1706 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આપી હતી.ધો.12 સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓએ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ આહવા, દીપદર્શન માધ્યમિક શાળા આહવા,ઋતુમ્ભરા કન્યા વિદ્યામંદિર સાપુતારા,એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ સાપુતારા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રંભાસ, નવજ્યોત હાઈસ્કૂલ સુબીર, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચીકાર એમ મળી કુલ સાત જેટલા પરીક્ષા કેન્દ્ર પર અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આપી હતી પ્રથમ દિવસે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં નોંધાયેલ 1724 વિદ્યાર્થીઓ પૈકી 1706 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પરીક્ષા આપી હતી.જ્યારે 18 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા હોય, જેમાં વિદ્યાર્થીઓએ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાપુતારા એમ બે પરીક્ષા કેન્દ્ર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 318 વિદ્યાર્થીઓ પૈકી 315 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ત્રણ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ડાંગ જિલ્લામાં ધોરણ 12નાં પરિક્ષાર્થીઓને પણ પ્રથમ દિવસે વહીવટી તંત્રની ટીમ દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી..