Rajkot: ધો.૧૦માં ૧૦૦ ટકા પરિણામવાળી શાળાઓમાં રાજકોટ જિલ્લો ૧૩૦ સ્કૂલ્સ સાથે રાજ્યમાં દ્વિતીય

તા.૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં ૨૧૦ શાળાઓનું ૯૧થી ૯૯ ટકાની વચ્ચે પરિણામ
Rajkot: રાજકોટ જિલ્લામાં ધોરણ ૧૦ના જાહેર થયેલા પરિણામોમાં શાળાઓનું પ્રદર્શન ખૂબ જ પ્રોત્સાહક જોવા મળ્યું છે. જિલ્લાની કુલ શાળાઓ પૈકી ૧૩૦ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યું છે. આમ ૧૦૦ ટકા પરિણામવાળી શાળાઓની શ્રેણીમાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજાક્રમે છે. જ્યારે ૧૬૫ શાળાઓ સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ છે.

રાજકોટ જિલ્લામાં ૯૧થી ૯૯ ટકાની વચ્ચે પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૨૧૦ નોંધાઈ છે. ૮૧થી ૯૦ ટકા પરિણામ ધરાવતી ૧૩૩ શાળાઓ અને ૭૧થી ૮૦ ટકા પરિણામ ધરાવતી ૭૭ શાળાઓ છે. આમ, જિલ્લાની મોટાભાગની શાળાઓ ઊંચા પરિણામના સ્તર પર રહી છે.
૬૧થી ૭૦ ટકા પરિણામમાં ૫૩ શાળાઓ અને ૫૧થી ૬૦ ટકા પરિણામમાં ૩૩ શાળાઓનો સમાવેશ થાય છે.
જિલ્લામાં ૪૧થી ૫૦ ટકા પરિણામ ધરાવતી ૨૫ શાળાઓ, ૩૧થી ૪૦ ટકા પરિણામમાં ૦૭ શાળાઓ અને ૨૧થી ૩૦ ટકા પરિણામમાં ૦૫ શાળાઓ છે. જ્યારે ૧૧થી ૨૦ ટકા પરિણામમાં ૦૫ શાળાઓ અને ૧૦ ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી ૦૩ શાળાઓ છે.



