ARAVALLIMODASA

અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર બાતમીદારો સક્રિય કરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં વોન્ટેડ રાજસ્થાની બુટલેગર ભુપેન્દ્રસિંહ સકતાવતને જાબચિતરિયા બ્રીજ નજીકથી દબોચી લેતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા

શામળાજી પીઆઇ એસ.એસ.માલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી ટેકનીકલ સર્વલન્સની મદદથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ પાછળ ધકેલી રહી છે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હમાં વોન્ટેડ બુટલેગર ભુપેન્દ્રસિંહ નારાયણસિંહ સકતાવત જાબચિતરીયા નજીક આવેલ બ્રિજ નીચે ઉભો હોવાની બાતમી મળતા શામળાજી પોલીસ તાબડતોડ બાતમી આધારિત સ્થળ પર પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લેતા બુટલેગર ભુપેન્દ્રસિંહ સકતાવતના હોંશ ઉડી ગયા હતા

Back to top button
error: Content is protected !!