AHAVA

ડાંગ જિલ્લાનાં સુપ્રસિદ્ધ બીલમાળ ધામ ખાતે શિવ મહાપુરાણ કથાનાં દ્વિતીય દિવસે ભક્તોએ કથાનું રસપાન કર્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બની ચૂકેલ અર્ધનારેશ્વર નાગ જ્યોતિર્લિંગ બિલમાળ ધામ ખાતે મહાશિવરાત્રી નિમિતે શિવ મહાપુરાણ કથાનાં દ્વિતીય દિવસે દેવાધિદેવ મહાદેવની ભોળપણ અને માઁ ગૌરી શક્તિની પતિવ્રતા ,સમર્પણ ,કરુણતાની ગાથા વર્ણવી જીવનમાં ઉતારવા ઉપસ્થિત ભાવિકોને સમજણ આપી હતી.દંડકરણ્ય વન તરીકે જાણીતા અટાળા પર્વત શૃંખલાની તળેટીમાં આવેલ અર્ધ નારેશ્વર નાગ જ્યોતિર્લિંગ ભાવિક ભક્તોમાં ખુબ આસ્થા ધરાવે છે.અર્ધ નારેશ્વર મંદિરના પૂજ્ય સંત અનેકરૂપી મહારાજનાં દિવ્ય શક્તિ દ્વારા દિન દુખીયાનાં  દુઃખ દર્દ દૂર કરવા સાથે ભાવિકોને વ્યશન મુક્તિ જેવા દુષણો દૂર કરવા પણ જાણીતા બન્યા છે.મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિતે આયોજિત શિવ મહાપુરાણ કથામાં ભાવિક ભક્તોની ચીક્કર ગીર્દી જામી રહી છે.મહા શિવરાત્રીનાં પર્વ નિમિતે મંદિર પરિશરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.શિવ મહાપુરાણનાં દ્વિતીય દિવસે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહીત અગ્રણી અશોકભાઈ ધોરાજીયા, જીતુભાઇ, ધર્મેશભાઈ પટેલ, સહીત મહાનુભવોની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં ભાવિકો એ કથાનું શ્રવણ કર્યું હતુ.અને ધન્યતા અનુભવી હતી..

Back to top button
error: Content is protected !!