AHAVA
સાપુતારા સંગ્રહાલયનું નવીનીકરણ થવાથી આગામી તા.૧ માર્ચ થી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ રહેશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત સાપુતારા સંગ્રહાલય, સાપુતારાના નવીનીકરણ અને આધુનિકીકરણ અંગેની કાર્યવાહી કરવાની હોવાથી તારીખ ૧ માર્ચ ૨૦૨૫ થી સાપુતારા સંગ્રહાલય મુલાકાતીઓ માટે અનિશ્વિત સમય સુધી બંધ રાખવામાં આવશે તેમજ ઉપરોક્ત કામગીરી પૂર્ણ થયે સંગ્રહાલય મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે તેમ સાપુતારા સંગ્રહાલય ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.