AHAVA

ડાંગ: નડગખાદી ગામ પાસે પિકઅપ ગાડી પલ્ટી મારી જતા શોર્ટ સર્કિટનાં પગલે આગ લાગી,એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા – વઘઈ માર્ગ પર નડગખાદી-હનવતચોંડ ફાટક પાસેનાં ઘાટમાં પિકઅપ ગાડી પલ્ટી મારી જતા શોર્ટ સર્કિટ થયુ હતુ.અને સ્થળ પર પિકઅપ ગાડીમાં આગ લઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી.જોકે તેણીને 108 માં આહવા સિવિલ હોસ્પિટલ એ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ઘાણીઆંબા ગામના કેટલાક મજૂરો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે કોલુનાં એટલે કે ગોળ બનાવવાના કામે ગયા હતા.આ મજૂરો ગુરુવારે મજૂરી કરી પરત ફરી રહ્યા હતા.અને આ મજૂરો પિક અપ ગાડી રજી. નં.GJ -26-T-9172 માં સવાર થઈને લગભગ સાંજે 3.30 વાગ્યાના અરસામાં આહવા – વઘઈ માર્ગ પર નડગખાદી ગામ પાસેનાં હનવતચોંડ ઘાટમાંથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ  પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પિકઅપ ગાડી પલટી મારી ગઈ હતી અને જગ્યા પર જ આગ ભભૂકી ઉઠી હતી.આ પિક અપ ગાડીમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા.ત્યારે અકસ્માત સર્જાતા ઘટનાં સ્થળ પર આવી સ્થાનિક આગેવાન રવિન્દ્રભાઈ ભિવસન દ્વારા તાત્કાલીક ઈજાગ્રસ્તોને બહાર કઢાવ્યા હતા.

આ અકસ્માતમાં ડ્રાઇવર અને એક મહિલાને ઇજા પહોંચી હતી.આ અકસ્માતને પગલે તાત્કાલિક ધોરણે ડાંગ પોલીસના કંટ્રોલ નંબર 100 પર જાણ કરવામાં આવી હતી.જે બાદ આહવા પીએસઆઈ.એમ.જી. શેખ તથા તેમનાં સ્ટાફ હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ મકવાણા, દીનેશભાઈ પાંડુભાઈ, જગદીશભાઈ ભીલાભાઈ તથા પોલીસ વાનના ડ્રાઈવર નરેન્દ્રભાઈ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચ્યા હતા.તેમજ  ઈજાગ્રસ્તોને સારવાર 108 વાન મારફત આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં હારપાડાના વતની રવિનાબેન બકારામભાઈ બાગુલને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.આ અકસ્માતને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.અહી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ત્યારે આ ઘટના અંગે વઘઈ પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે..

Back to top button
error: Content is protected !!