AHAVADANG

ડાંગના ચીખલી ગામ નજીકનાં તીવ્ર વળાંકમાં ટેમ્પો પલટ્યો :-ચાલકને સામાન્ય ઈજા, મોટી જાનહાનિ ટળી..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર,સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીકનાં  એક અત્યંત તીવ્ર અને જોખમી વળાંક પાસે એક ટેમ્પો અચાનક પલટી મારી ગયો હતો.અકસ્માત એટલો ઝડપી હતો કે ક્ષણભરમાં જ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર તરફથી સુરત જઈ રહેલા આ ટેમ્પોના ચાલકે પોતાના વાહનને પૂરપાટ અને બેફામ ગતિએ હંકારી રહ્યો હતો. આ દરમિયાન સાપુતારા-વઘઇ રોડનાં ચીખલી નજીકનાં તીવ્ર વળાંક પાસે ચાલક ટેમ્પોની ગતિ પર નિયંત્રણ રાખી શક્યો ન હતો અને તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. પરિણામે, બેકાબુ બનેલો ટેમ્પો માર્ગની વચ્ચે જ ધડાકાભેર પલટી ખાઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ટેમ્પો સંપૂર્ણપણે ખાલી હોવાથી, એટલે કે તેમાં કોઈ માલસામાન ભરેલો ન હોવાને કારણે માલસામાનના નુકસાન કે અન્ય કોઈ મોટું આર્થિક નુકસાન થવામાંથી બચાવ થયો છે.આ અકસ્માતની આ ઘટનામાં ટેમ્પો ચાલકને શરીરના ભાગે માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે..

Back to top button
error: Content is protected !!