AHMEDABAD CENTER ZONE

ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

જ્યારે રેપ-અપ પાર્ટીનું આયોજન TAFF Group અને Ahmedabad Active Artist Alliance (A4) દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશ

 

અમદાવાદ: મન્થન મહેતાના દિગ્દર્શનમાં બનેલી ગુજરાતી ફિલ્મ ‘બૂમ પડી ગઈ’ શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ અવસરે ફિલ્મની ટીમ દ્વારા અમદાવાદ ખાતે ભવ્ય Wrap Up Celebrationનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના તમામ કલાકારો તેમજ સમગ્ર ટેક્નિકલ ટીમ હાજર રહી હતી.

 

રેપ-અપ સેલિબ્રેશનનું આયોજન અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત Urbane Bistro ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયેલા તમામ સભ્યોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી તેમજ Urbane Bistro ખાતે ઉપલબ્ધ વિવિધ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. ફિલ્મ ટીમે રેસ્ટોરાંના ભોજનના સ્વાદની વિશેષ પ્રશંસા કરી હતી.

 

ફિલ્મ ‘બૂમ પડી ગઈ’’નું દિગ્દર્શન મન્થન મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હેમીન ત્રિવેદી, ભાવિક ભોજક અને સંજય ગલસર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શૂટિંગ દરમિયાન કલાકારોની મહેનત અને ટીમવર્ક ફિલ્મની ગુણવત્તામાં સ્પષ્ટ દેખાશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

ફિલ્મનું પ્રોડક્શન M Square Films & Entertainment અને Ravi Sachdev Filmsના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. જ્યારે રેપ-અપ પાર્ટીનું આયોજન TAFF Group અને Ahmedabad Active Artist Alliance (A4) દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉજવણી દરમિયાન ફિલ્મના ક્રિએટિવ થીમને અનુરૂપ ખાસ રીતે તૈયાર કરાયેલો કેક કાપવામાં આવ્યો હતો, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર માહોલ ઉત્સાહ, આનંદ અને સફળતાની લાગણીથી ભરેલો જોવા મળ્યો હતો.

 

હવે શૂટિંગ પૂર્ણ થતાં જ ફિલ્મના ટ્રેલર અને રિલીઝ તારીખ અંગેની જાહેરાત માટે દર્શકો આતુર બની રહ્યા છે. ‘બૂમ પડી ગઈ’ ગુજરાતી સિનેમામાં હાસ્ય અને મનોરંજનનો નવો રંગ ઉમેરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!