ANANDGUJARATUMRETH

ઉમરેઠ શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરવામાં આવી.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ ખાતે શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના મહંત શ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં સાકર બોર વર્ષા કરવામાં આવી હતી. આરતી બાદ જય મહારાજ ના નાદ સાથે ઉપસ્થિત લોકો સાકર-બોર વર્ષા કરી હતી જે નજારો જોઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાકર-બોર વર્ષા ના મહત્વ વિશે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલતુ થાય છે. આજે સંતરામ મંદિર ઉમરેઠ માં મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોએ સાકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાક લોકો બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં સાકર બોર વર્ષા કરી હતી. પોષી પુનમ અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રી સંતરામ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનો ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી સંતરામ મંદિરના ૧૬૬માં વાર્ષીક મહોત્સવ અંતરગત શ્રીમદ ભાગવત પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેનો મોટી સખંયામાં ભક્તોએ લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!