લીલીયા મોટા સિવિલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક આપો

રિપોર્ટર ઇમરાન ખાન લીલીયા મોટા
લીલીયા મોટા સિવિલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂક આપો
જિલ્લા પંચાયત સદસ્યા રમીલાબેન.ભીખાભાઈ. ધોરાજીયા એ કરી માંગ
લીલીયામોટા ખાતેના CHC હોસ્પિટલ ખાતે એક પણ સ્થાયી ડોક્ટર ન હોવાથી લીલીયા ની જનતા સાથે દૂધ માં સાકર ભળે તેમ ભળી ને રહેતા ડો. એ.આર.પ્રકાશ ને લીલીયા સિવિલ હોસ્પિટલ માં પરત મુકવા બાબત
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે પત્ર માં જણાવેલ કે હાલ લીલીયા તાલુકા મથકે કાર્યરત C.H.C સેન્ટરમાં હાલ સરકાર શ્રી દ્વારા ખુબજ સારી આરોગ્ય સેવા પ્રદાન થઇ રહી છે પરંતુ હાલ લીલીયા મોટા ખાતેના C.H.C કેન્દ્રમાં એકપણ સ્થાયી ડોક્ટર ન હોવાથી લીલીયા તાલુકાની જનતાને ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે તો થોડા મહિના પહેલા લીલીયા થી બદલી થઈ ને ગયેલ.ડો.એ.આર.પ્રકાશ ને પરત CHC કેન્દ્ર લીલીયા મોટા ખાતે મુકવા માં આવે તેવી માંગ જિલ્લા પંચાયત સદસ્યા રમીલાબેન.ભીખાભાઈ.ધોરાજીયા દ્વારા ધારાસભ્યને પત્ર પાઠવી કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.




