આણંદ નાનાકલોદરાની હાઇસ્કૂલમાં બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ
આણંદ નાનાકલોદરાની હાઇસ્કૂલમાં બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ
તાહિર મેમણ – આણંદ – 2302/2025 – આણંદ નાનાકલોદરાની હાઇસ્કૂલમાં બાળકોને લાડકવાઈ દીકરીના જન્મદિન નિમિત્તે ભોજન કરાવી તૃપ્ત કર્યા દાતાશ્રી દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ
આજના યુગમાં જ્યારે દીકરીને તરછોડતા હોય છે ત્યારે આ માતા પિતાએ પોતાની પુત્રીની ચોથી વર્ષગાંઠ ની ઉજવણી નિમિત્તે ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની હાઈસ્કૂલ શ્રી ચંચલદીપ વિદ્યાવિહારમાં નાનાકલોદરા ગામના વતની કે જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે મહર્ષિ અશોકભાઈ પટેલ અને દિવ્યા મહર્ષિભાઈ પટેલની પુત્રી કેયા મહર્ષિ પટેલે ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે તો આ ખુશાલીમાં માતા પિતા દ્વારા ગામની હાઇસ્કુલ શ્રી ચંચલ વિદ્યાવિહારના બાલમંદિર થી ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ તેમજ ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવી તેમની જઠરમાં ઉત્પન્ન થતી અગ્નિને શાંત કરી હતી. આજના કાર્યક્રમની શરૂઆત બર્થ ડે ગર્લ કેયાના વરદ હસ્તે ચાર દીપ પ્રજ્વલિત કરી ને કરી હતી. બાળકીના જીવનમાં હંમેશને માટે દીપની જ્યોત પ્રજ્વલિત થાય છે તે રીતે તે પોતાના જીવનમાં પણ ઉજાસ ફેલાવે તેવી પ્રાર્થના ઇષ્ટદેવને કરવામાં આવી હતી.ત્યારબાદ બાળકોએ ભોજનની શરૂઆત પ્રાર્થનાથી કરી અનેભોજન બાદ તમામ વિદ્યાર્થીઓને નાની બાળા કેયાના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી. બાળકોને શૈક્ષણિક કીટ મળતા એક ખુશીની લહેર બાળકોમાં છવાઈ હતી.બાળકો અને શિક્ષકોએ પ્રાર્થના કરી કે દાતા પરિવારના ઘરમાં હંમેશને માટે અન્નપૂરણા પ્રભાવિત રહે. શાળાના આચાર્યા ઇન્દ્રાબેન પટેલે દાતા પરિવારનો શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.