રાજુલા માં પ્રાઇવેટ ડોકટરો ની CME યોજાઈ
રાજુલાના પ્રાઇવેટ ડોકટરો રહ્યા હાજર

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા માં પ્રાઇવેટ ડોકટરો ની CME યોજાઈ…
રાજુલા તાલુકા ના આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિરમુલન કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજુલા -જાફરાબાદ -ખાંભા ના 50 થી વધુ સરકારી અને ખાનગી તબીબો ને ટીબી રોગ વિશે નવા અપડેશન ની માહિતી આપવામાં આવી.
હદય અને ફેફસા ના રોગોના નિષ્ણાંત તો હિંમ પરિખ દ્વારા ટીબી રોગ ના લક્ષણો, નિદાન પદ્ધતિ, સારવાર અને તમાકુ જેવા વ્યસનોની સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરો વિશે આરોગ્ય શિક્ષણ આપેલ હતું..જિલ્લા ટીબી વિભાગ ના ઇન્ચાર્જ ટીબી અધિકારી ડો. સમીક બાલધા તેમજ પ્રોગ્રામ કોર્ડીનેટર સંજયભાઈ દ્વારા હાલના ત્રણેય તાલુકા માં ટીબી ના દર્દી ઓની સ્થિતિ વિષયક ચર્ચા કરવામાં આવેલ હતી..આ તકે આઈ. એમ એ પ્રમુખ ડો. જે.એમ વાઘમશીઅધિક્ષક જનરલ હોસ્પિટલ રાજુલા.. ડો. એચ. એમ. જેઠવાતાલુકા હેલ્થ ઓફિસર રાજુલા ડો. નિલેશ કલસરીયાતાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ ડો. મયુર ટાંકરાજુલા એસોસિઅન પ્રમુખડો. કેશવ કાતરીયાજાફરાબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ કમ્પની માંથી ડો. સોહમ પટેલઅને ડો. આર. કે. મેહતાવગેરે તબીબો હાજર રહ્યા હતા..આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આયોજન ટીબી વિભાગ રાજુલા ના રાજેશભાઈ રાઠોડ અને શિરીષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું..




