
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના બિરસા મુંડા ભવન ખાતે આદરણીય દાહોદ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આદિવાસી સમાજની બેઠક યોજવામાં આવી
આજરોજ તારીખ.૧૩.૦૬.૨૦૨૫ ને શુક્રવારના રોજ સાંજના ૦૪:૦૦ કલાકે બિરસા મુંડા ભવન ખાતે આદરણીય દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષતામાં આદિવાસી સમાજની બેઠક યોજવામાં આવી બેઠકમાં દાહોદ મત વિસ્તારના ધારાસભ્ય કનૈયા કિશોરી ગરબાડા મતવિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર dysp જે.પી. ભંડારી બિરસા મુંડા ભવન ના ટ્રસ્ટી ડૉ.ડામોર નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ અભિષેક મેડા વર્તમાન નગરપાલિકા પ્રમુખ નિરંજ દેસાઈ તેમજ દાહોદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિનિધિ,વિવિધ પાર્ટીઓના પ્રતિનિધિ તેમજ સમાજના અગ્રગણ્ય સમાજસેવકો હાજર રહ્યા બેઠકમાં આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આદિવાસી સમાજનો ક્રાંતિકારી ઇતિહાસ,સામાજિક,ધાર્મિક,સાંસ્કૃતિક અને રાજકીય ઈતિહાસ ને ઉજાગર કરવા માટે દાહોદ શહેર વિસ્તારમાં આવેલ તેમજ દાહોદ જિલ્લામાં આવેલ વિવિધ સર્કલો પર આદિવાસી સમાજના જનનાયકો ની પ્રતિમાઓનું સ્થાપન કરવા તેમજ બિરસા મુંડા સર્કલ ની મૂળ જગ્યા પર બિરસા મુંડા ની પ્રતિમા લગાડવી,તાત્યા ભીલ,પૂંજા ભીલ,ગોવિંદ ગુરુ,જેવા જન નાયકો ની પ્રતિમા સ્થાપન કરવી તેમજ ગોધરારોડ ખાતે માળવા અને ગોંડવાના પ્રદેશ નું પ્રવેશદ્વાર નું નામ તાત્યા ભીલ પ્રવેશદ્વાર નામકરણ માટે આમસહમતી કરવામાં આવી અંતમાં સમાજ વતી સુરેશભાઈ મેડા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નો આભાર માનવામાં આવ્યો.



