લીલીયા મોટા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે કોગથિયા ની વરણી

રિપોર્ટર ઇમરાનખાન લીલીયા
લીલીયા મોટા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે કોગથિયા ની વરણી
લીલીયા મોટા ના યુવાન બાહોશ અને ગ્રેજ્યુએટ કોંગ્રેસ કાર્યકર અને જેમની નાની એવી ઉંમરમાં અનેક પદ પર રહી ચૂકેલા હોય તેવા વિજય કોગથીયા ની તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થતા યુવાનોમાં અને તાલુકા ભરના કોંગ્રેસ સંગઠનમાં અનેરો આનંદ છે જેમાં વિજય કોગથીયા ગ્રામ પંચાયત સદસ્ય તેમજ બે વખત તાલુકા પંચાયત સદસ્ય અને હાલમાં તેમના ધર્મપત્ની તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયેલા હોય અને સાથે સાથે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પદે પણ આવડી નાની ઉંમરે રહી ચૂકેલા હોય અને પોતે ભણેલ ગણેલ ગ્રેજ્યુએટ અભ્યાસ કરેલા વ્યક્તિ હોય ત્યારે વિજય કોગથિયા ની આ પદ પર યોગ્ય વરણી થતા લીલીયા તાલુકા ભરમાં આનંદની લાગણી છવાયેલ છે સાથે સાથે કોળી જ્ઞાતિના અગત્ય ના હોદા ઠાકોર સેનાના પ્રમુખ પદ પર વિજય કોગથિયા બિરાજમાન સે માત્ર 35 વર્ષ ની ઉમર માં આવડી મોટી સિદ્ધિ ઓ મેળવી લોકોના હૃદયમાં અદકેરુ સ્થાન પ્રાપ્ત કરેલું છે વિજય પોતે જમીન સાથે જોડાયેલો માણસ છે નાનામાં નાના માણસ ના પ્રસંગોમાં ઉપસ્થિત હોય છે ત્યારે જિલ્લા કોંગ્રેસ તેમજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવા યુવાનને આવડી મોટી જવાબદારી સોંપતા આવનારા દિવસોમાં લીલીયા તાલુકાના યુવાનોમાં કોંગ્રેસ પક્ષ તરફી અનેરો આનંદ જોવા મળે તો કંઈ નવાઈ નહીં તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે






