Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ ની જિલ્લા કારોબારી રાજકોટ ખાતે યોજાઈ

તા.૫/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ. આજરોજ તારીખ 5 એપ્રિલ, 2026, રવિવારના રોજ રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટની જિલ્લા કારોબારી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકની શરૂઆત ગત બેઠકના પ્રોસીડિંગના વાચનથી કરવામાં આવી હતી, જેમાં અગાઉ લેવામાં આવેલા નિર્ણયો અને તેની અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા મંત્રીશ્રી સાગરભાઈ પોપટ દ્વારા વર્ષ 2025-26ના નાણાકીય હિસાબોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે SPL 2026 ટુર્નામેન્ટની આવક-જાવકના હિસાબો રજૂ કરતાં સમગ્ર આયોજનની પારદર્શિતા અને વ્યવસ્થિત કામગીરીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. “માતૃશક્તિ સ્પોર્ટ્સ ડે 2026” જેવા નવતર અને પ્રેરણાદાયી કાર્યક્રમની વૃત રજૂ કરવામાં આવી હતી, જેને તમામ સભ્યોએ વખાણી હતી.
આ બેઠકમાં લોધિકા તાલુકાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી રામલાલભાઈ શિંગાળા સાહેબ દ્વારા આગામી વર્ષ 2026-27 માટેના સદસ્યતા અભિયાન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દરેક કાર્યકરે સક્રિય રીતે જોડાઈ વધુમાં વધુ નવા સભ્યો ઉમેરવા આહ્વાન કર્યું હતું.
આ તકે જિલ્લા સહ સંગઠન મંત્રી શ્રી ઉમેશભાઈ પેથાણી સાહેબ દ્વારા “માતૃશક્તિ વંદના” અને “કુમારિકા પૂજન” જેવા સંસ્કારસભર કાર્યક્રમોના આયોજન, પ્રતિસાદ અને સમગ્ર અહેવાલની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી તેમણે કાર્યક્રમના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને કાર્યક્રમના સફળ આયોજન માટે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, ડાયટ પ્રાચાર્યશ્રી, જિલ્લા મહિલા મંત્રી શ્રી હેતલબેન ઉપાધ્યાય અને તાલુકા મહિલા મંત્રી શ્રી પાઠક કવિતાબેન અને સર્વે મહિલા કારોબારી તેમજ શિક્ષિકા બહેનોને આ આયોજન અને તેમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી હિરેનભાઈ વ્યાસ દ્વારા આગામી સદસ્યતા પર્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સંગઠનની મૂળ વિચારધારા તથા સંઘના સંસ્કાર મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સદસ્યતા અભિયાનમાં પણ સંઘના સંસ્કાર અને સંગઠનની વિચારધારા મુજબ કામગીરી થાય તે અપેક્ષિત છે તે મુજબ વાત કરી, કરેલ કામગીરી માટે અભિનંદન આપેલા.
આ બેઠક દરમિયાન શિક્ષકમિત્રોના તાલુકા અને જિલ્લા કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મયોગી પોર્ટલમાં પ્રાપ્ત રજાઓ જમા કરાવવાની સમસ્યા, BLO સહાયકને રજા જે તાલુકામાં રજા ન મળી હોય ત્યાં હુકમ કરાવવા બાબત, વસ્તી ગણતરી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો, G-Card સંબંધિત પ્રશ્નો, SBI MOU બાબતે, PSE પરીક્ષાના વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ, પ્રવેશોત્સવ માટેના રૂટ અને વૃક્ષોની ફાળવણી, TA-DA મુદ્દા, ઉંમર મુજબ સીધો પ્રવેશ અને પુનઃપ્રવેશ, CRC-BRC સંબંધિત પ્રશ્નો, શાળાના સમય (7 થી 12)માં સુધારા, પરીક્ષામાં એક પાળી વ્યવસ્થા, નવા LC મુદ્દા, ફ્લડ કંટ્રોલ કામગીરી, તાલુકા શાળાઓમાં HTAT બાબતો સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે, આ તમામ પ્રશ્નોને સંકલિત કરીને આગામી સમયમાં અધિકારીઓ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકના અંતમાં જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સંગઠન દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે સંગઠનની વિચારધારા, કાર્યપદ્ધતિ અને શિક્ષકહિત માટેની પ્રતિબદ્ધતા વિશે માર્ગદર્શન આપતાં આવનારા સમયમાં વધુ સદસ્યતા વધારવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં સંજયભાઈ હુંબલ, જીતેન્દ્રભાઈ મહેતા, સાગરભાઈ પોપટ, હિરેનભાઈ વ્યાસ, ઉમેશભાઈ પેથાણી, રામલાલભાઈ શિંગાળા, અરવિંદસિંહ ઝાલા, જયપર વિજયભાઈ, રમેશભાઈ રાઠોડ, દીપકભાઈ નાગ્રેચા, કેતનભાઈ નાગ્રેચા, શૈલેષભાઈ પરમાર, નકુમ કેતનભાઈ, મનીષભાઈ ચાવડા, મનીષભાઈ કાલરીયા, વિપુલભાઈ ભોજાણી, અલ્પેશભાઈ કાલરીયા, જનકભાઈ સાંડપા, નિખિલભાઈ રાઠોડ, કિરીટભાઈ છાયા, આશિષકુમાર નિમાવત સહિતના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.




