BANASKANTHAPALANPUR

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે “ખાતમુહૂર્ત- ભૂમિપૂજન” કાર્યક્રમ સંપન્ન થયો.

8 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત ‘આદર્શ શૈક્ષણિક સંકુલ’ ખાતે તારીખ 8 ઓગસ્ટ 24 ના નવ-નિર્માણ થનાર નવીન ભવનો માટે “ખાતમુહૂર્ત- ભૂમિપૂજન” કાર્યક્રમ યોજાયો હતો.આ વિશિષ્ટ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે પ્રગતિ ભવન દાતાશ્રી મા.શ્રી કનુભાઈ ડી.ચૌધરી(પ્રમુખગૃપ)ના પરિવારજનો, કન્યા છાત્રાલયના દાતાશ્રી મા.શ્રી ભરતભાઈ શંકરભાઈ ચૌધરીના પરિવારજનો, કુમાર છાત્રાલયના દાતાશ્રીઓ તથા પાંત્રીસ લાખથી બે કરોડ સુધીનું દાન આપનાર દાતાશ્રીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિતિ રહ્યા હતા અને તેમના કર-કમલ વડે ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા સમાજના અન્ય સહયોગી દાતાશ્રીઓ, શિક્ષણપ્રેમીઓ, વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ વી.ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી નવીન ભવનો માટે ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓ પરિચય આપી તેમની દાતારીને બિરદાવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવોને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. તથા મહાનુભાવોનું અને દાતાશ્રીઓનું કેળવણી મંડળના પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્વારા સાલ અને બુકેથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક પ્રવચનમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ અમૃત મહોત્સવ સમિતિના અઘ્યક્ષ મા.શ્રી વિપુલભાઈ ચૌધરીની પ્રેરણા અને દીર્ઘ દૃષ્ટિ થકી નિર્માણ થનાર પ્રગતિ ભવન, કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય માટે ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓને બિરદાવી “શ્રેષ્ઠ દાન શિક્ષણ દાન” ઉકિતને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.આજના વિશિષ્ટ મહાનુભાવશ્રી પ્રકાશભાઇએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં માનવ સમાજ માટે “કેળવે તે કેળવણી” અને માનવ જીવનના ઉન્નત વિકાસ માટે શૈક્ષણિક સંકુલોની ભૂમિકા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે દાન આપનાર દાતાશ્રીઓની પ્રશંસા કરી આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી.આ પ્રસંગે પ્રગતિ ભવનનું ખાતમુહૂર્ત- ભૂમિપૂજન પ્રગતિ ભવનના મુખ્ય દાતાશ્રી અને યજમાનશ્રી મા.શ્રી કનુભાઈ ડી.ચૌધરી (પ્રમુખગૃપ)ના પિતાશ્રી ડાહ્યાભાઈ ચૌધરી અને તેમના દીકરાના વરદ્ હસ્તે તથા પ્રગતિ ભવનના અન્ય સહયોગી દાતાશ્રીઓ વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. તથા કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત- ભૂમિપૂજન કન્યા છાત્રાલયના દાતાશ્રી અને યજમાનશ્રી મા.શ્રી. ભરતભાઈ શંકરભાઈ ચૌધરીના પિતાશ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની દીકરીના વરદ્ હસ્તે તથા કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના અન્ય સહયોગી દાતાશ્રીઓના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.”ખાતમુહૂર્ત- ભૂમિપૂજન” પ્રસંગે આજના ભોજનના દાતાશ્રી બાબુભાઈ શંકરભાઈ વસતાભાઈ ચૌધરીનું પણ કેળવણી મંડળ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરી તેમની દાનની ભાવનાને બિરદાવી હતી. આ સાથે આજે પણ નવીન ભવનો માટે દાનનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો. તે તમામ દાતાશ્રીઓનું કેળવણી મંડળ દ્વારા સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.આમ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સફળ આયોજન થયું હતું. અંતમાં સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું.

Back to top button
error: Content is protected !!