દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનથી જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ હરીપર (ખંભાળિયા) સુધી સાયકલ રેલી યોજાઈ
કલેકટર શ્રી રાજેશ તન્ના, મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્રી વ્યાસ, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું
અંદાજિત ૬ કિમી લાંબી સાયકલ રેલીમાં વિધાર્થીઓ, યુવાઓ, પ્રબુધ્ધ નાગરિકો સહિત સૌ કોઈ ઉત્સાહભેર જોડાઈ ફિટ ઈન્ડિયાનો સંદેશો આપ્યો
**
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ખેલે ભી, ખીલે ભી” તથા થીમને કેન્દ્રમાં રાખીને ત્રિ-દિવસીય “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
જેના અનુસંધાને આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે “સન્ડે ઓન સાયકલ” થીમ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનથી જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ, હરીપર (ખંભાળિયા) સુધી અંદાજિત ૬ કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ હતી. જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્રી વ્યાસ, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મહાનુભાવોએ આ સાયકલ રેલીમાં જોડાઈ ફિટ ઈન્ડિયા અભિયાન તથા શારીરિક તંદુરસ્તી માટે રમત ગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા માટેનો પ્રેરણારૂપ સંદેશો પૂરો પાડ્યો હતો.
સાયકલ રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જાડેજા,પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, વિવિધ શાળાના વિધાર્થીઓ, યુવાઓ, પ્રબુધ્ધ નાગરિકો સાયકલ રેલીમાં જોડાયા હતા.