AMRELI CITY / TALUKO

અમરેલી એલ.સી.બી. ની દિલધડક કામગીરી

વડિયા ચોરી નો ભેદ ઉકેલાયો

યોગેશ કાનાબાર રાજુલા

વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે મંદીર ચોરી કરનાર ચાર પરપ્રાંતિય ઇસમોને કુલ કિં.રૂ.૧,૦૯,૦૦૦/- મુદ્દામાલ સાથે પકડી, ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી
અમરેલી એલ.સી.બી.


→ ગુન્હાની વિગત:-
ગઇ તા.૧૬/૦૮/૨૦૨૪ ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામે દેરડી(કુંભાજી) રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદીરના દરવાજા ગ્રીલના નકુચા તોડી, મંદીરમાં રાખેલ ચાંદીનું છત્તર તથા પંચધાતુના શેષનાગ તથા દાન પેટ્ટીની રકમની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે અંગે ભાવેશભાઇ બાબુભાઈ માથુકીયા રહે.મોટી કુંકાવાવ, તા.વડીયા, જિ.અમરેલી વાળાએ અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરીયાદ આપતા વડીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૪૦૧૫૩/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૫(ડી), ૩૩૧(૨), ૩૩૧(૪) મુજબનો ગુનો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના ચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકિકત આધારે ચોરીના મુદ્દામાલ સાથે ચાર પરપ્રાંતીય ઇસમોને પકડી પાડી, મંદીર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
→ પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) પ્રતાપ પ્રેમસિંગ ભુરીયા, ઉ.વ.૨૨, રહે.ફુટ તળાવ ગામ, વાઘઘાટી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.અમરાપુર ગામની સીમ, તા.વડીયા, જિ.અમરેલી.
(૨) પ્રકાશ ઉર્ફે અરવીંદ જુવાનસિંગ ભુરીયા, ઉ.વ.૨૨, રહે.કુટ તળાવ ગામ, બાબાદેવ ફળીયુ, તા.જોબટ,
જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.અમરાપુર ગામની સીમ, તા.વડીયા, જિ.અમરેલી.
(3) બિલામ ઉર્ફે સુરેશ મંગરસિંગ ભુરીયા, ઉ.વ.૨૫, રહે.છોટી હુતી, લક્ષ્મણ ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)હાલ રહે.અમરાપુર ગામની સીમ, તા.વડીયા, જિ.અમરેલી.
( ૪) રસીલ ઉર્ફે રાકેશ પ્રેમસિંગ ભુરીયા, ઉ.વ.૨૦, રહે.કુટ તળાવ ગામ, વાઘઘાટી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.અમરાપુર ગામની સીમ, તા.વડીયા, જિ.અમરેલી.
→ આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-
(૧) ચાંદીનું છત્તર વજન ૫૦૦ ગ્રામ કિ.રૂ. ૧૩,૦૦૦/-
(૨) પંચધાતુના શેષનાગ વજન ૩.૭૦૦ ગ્રામ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩ કિ.રૂ. ૧૬,૦૦૦/-
(૪) એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર MP 69 ZC 1326 કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ
કિં.રૂ.૧,૦૯,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા
પો.સ.ઈ.સુ.શ્રી કે.એમ. પરમાર તથા એ.એસ.આઇ. અજયભાઈ સોલંકી તથા હેડ કોન્સ. કીશનભાઈ આસોદરીયા,
આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં
આવેલ છે.

Back to top button
error: Content is protected !!