
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્રભ પટેલ
મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 6 માં ટાઈ પડી :ચિઠ્ઠી દ્વારા પરિણામ નક્કી કરવામાં આવ્યું
મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 6 માં ચૂંટણી દરમિયાન રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નં. 6 ની મતગણતરીમાં બંને ઉમેદવારોએ સમાન 58-58 મત મેળવતાં ટાઈની પરિસ્થિતિ ઉભી થઇ.
ટાઈને ઉકેલવા માટે નિયમ મુજબ ચિઠ્ઠી પદ્ધતિ અપનાવવામાં આવી. ચિઠ્ઠી દ્વારા પરિણામ નક્કી કરવામાં આવ્યું જેમાં રણજિતભાઈ પુંજાભાઈ ડામોર વિજેતા જાહેર થયા. આમ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં વોર્ડ સભ્ય માટે સરસ્સી ટક્કર બાદ ચિઠ્ઠી નાખી થી વિજય નક્કી કરવામાં આવ્યો હતો જેને સૌ કોઈએ માન્ય રાખ્યો હતો




