જુઓ અમરેલી જિલ્લા માટે પ્રતાપ દુધાતે શું માગણી કરી

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ મોટા લીલીયા
અમરેલી જીલ્લામાં ડી.એ.પી. ખાતરનો જથ્થો ફાળવવા તથા ડી.એ.પી. કે અન્ય ખાતર સાથે ફરજીયાત ફળવાતી વસ્તુ બંધ કરવા બાબત મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા વિપુલ દુધાત
લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત ના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા અમરેલી જિલ્લામાં ડી.એ.પી ખાતરનો જથ્થો ફાળવવા તથા ડી.એ.પી કે અન્ય ખાતર સાથે ફરજિયાત ફાળવાતી વસ્તુ બંધ કરવા બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવાયો પત્ર જે પત્રમાં જણાવેલ કે આગામી સમયમાં ચોમાસાંની ઋતુ શરૂ થવાની છે અને ખેડુતો દ્રારા પાકની ફળદ્રુપતા માટે ચોમાસાની શરૂઆત પહેલા પાયામાં ડી.એ.પી. ખાતરની વાવણી કરવામાં આવે છે પણ હાલમાં કંપનીઓ દ્રારા ખાતરની તંગી હોવાનું હાલ ખેડુતોમાં વાતાવરણ ફેલાવે છે અને ખાતરની કંપનીઓ દ્રારા ડી.એ.પી. કે અન્ય ખાતરો સાથે ફરજીયાત વસ્તુ આપવા માટે મંડળીઓને કહેવામાં આવે છે અને ડી.એ.પી. કે અન્ય ખાતરો સાથે ફરજીયાત વસ્તુ આપવા માટેનો ઈરાદો પાર પાડવા માટે હાલ ખાતરની તંગી હોવાનું વાતાવરણ ફેલાવી ખાતરની સાથે વસ્તુ લેવા મજબુર બનાવે છે જેથી જગતના તાત ખેડુતોના હિતમાં તાત્કાલિક ખાતરનો જથ્થો ખેડુતોને ફાળવવા રીલીઝ કરવામાં આવે તથા ખાતર સાથે ફરજીયાત અપાતી વસ્તુ બંધ કરાવવા બાબત જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે




