
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સમગ્ર દેશમાં યોજાઈ રહેલો કાર્યક્રમ “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નિંબારપાડા ગામે સ્વચ્છતા અંગેની જાગૃતા નાગરિકોમાં કેળવાય તે માટે દેશના નાગરિકોને સ્વચ્છતાનો સંદેશો સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ છે.નવરાત્રીના પ્રારંભે માં અંબાને આદિવાસી પારંપરિક સાંસ્કૃતિ રિતરીવાજો સાથે શ્રીંગાર કરી પુજા અર્ચના કરી પ્રથમ દિવસે જ માહાઆરતીમાં હજારો ખૈલયાઓએ આરતીનો લાભ લઈ મહાપ્રસાદનો રસપાન માણ્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાનાં બાંધકામ ખાતાના અધ્યક્ષ ચંદરભાઈ ગાવિતે પણ પ્રથમ દિનની આરતી મહાપ્રસાદ અને ઘરમે ઘુમી મા અંબાના આશિર્વાદ મેળવ્યા હતા.અહી આદિવાસી પરંપરા મુજબ તથા દેશમાં ચાલી રહેલ ઝુંબેશ ‘સ્વચ્છતા હિ સેવા’ ને વેગવાન બનાવવાના સંદેશો સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે.બાળકો યુવા પેઢી અને વૃદ્ધો પણ હજારોની સંખ્યામાં ભકતો ગરબે રમી ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. જે એક અનેરો જ ભક્તિમય વાતાવરણનું સર્જન થયેલું જોવા મળ્યું હતું.
દેશમાં વધી રહેલા કોમવાદ અને જ્ઞાતિવાદના આ બંધનને ડામવા માટે અને ભારત દેશમાં વસતા વિવિધ જાતિ ધર્મ અને પોતાના સમાજની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા ‘સ્વચ્છતા હિ સેવા’નો હેતુ વેગવાન બને તે માટે ડાંગ જિલ્લાનાં નિંબારપાડા ગામેથી નામજોગ સંદેશો આપવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે..





