પેટલાદ જન સમુદાયના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કાર્યક્રમ યોજવામાં આવીયો.
પેટલાદ જન સમુદાયના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કાર્યક્રમ યોજવામાં
આવીયો.
તાહિર મેમણ – આણંદ – 14/11/2024 – સુશાસન દિવસના અનુસંધાને આણંદ જિલ્લામાં મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકોપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે મહેસુલી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદ તાલુકાના પાડગોલ ગ્રામ પંચાયત ખાતેથી મહેસુલી સેવા સેતુનો પ્રાંરભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા લોકઉપયોગી યોજના કે તેના લાભો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે અને સાચો લાભાર્થી બાકી રહી ન જાય તે માટે વહીવટી તંત્ર આપના દ્વારે આવેલું છે, ત્યારે ગ્રામજનોને જાગૃત બનીને યોજનાકીય લાભો લેવા અનુરોધ તેમણે કર્યો હતો. આ કાર્યક્રમ થકી મહેસુલી રેકર્ડ અઘ્યત્તન બનશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા કલેકટર એ રેશનકાર્ડ તથા પીએમ કિશાન યોજના અંતર્ગત ઈ -કેવાયસીને લગતી કામગીરી, એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેનો લાભ લેવા વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે પેટલાદ ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે પણ ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો સ્થળ ઉપરથી જ મેળવી લેવા અપીલ કરી હતી.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મુકતા હોય છે, ત્યારે આ યોજનાઓના લાભ આપવા માટે જિલ્લા પ્રશાસન સામેથી ઘરઆંગણે આવ્યું હોય તો અચૂક લાભ લેવો જોઇએ,તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.