આણંદ 45 લાખ ની છેતરપિંડી ધાર્મિક ટ્રસ્ટ માંથી 11 કરોડની લોન અપાવવાનું કહ્યું હતું.
આણંદ 45 લાખ ની છેતરપિંડી ધાર્મિક ટ્રસ્ટ માંથી 11 કરોડની લોન અપાવવાનું કહ્યું હતું.
તાહિર મેમણ – આણંદ – 13/03/2025 – આણંદ રૂરલ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ છે. 11 કરોડની લોન અપાવવાનું મીટિંગ રાખી આ મીટિંગમાં હિતેન્દ્રભાઈ પટેલ અને સતિષભાઈ પણ હાજર હતા. હિતેન્દ્રભાઈએ પોતાના ધાર્મિક ટ્રસ્ટો અને મંત્રીઓ સાથેના સારા સંબંધોનો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેઓ ચાર ધાર્મિક ટ્રસ્ટના નાણાંનો વહીવટ કરે છે. આરોપીઓએ 11 કરોડની લોન મંજૂર કરાવવા માટે સ્ટેમ્પ ડ્યુટી પેટે 45 લાખ રૂપિયાની માંગણી કરી. સુનિલભાઈએ 4 એપ્રિલે પોતાના ઘરે બોલાવીને ત્રણેય આરોપીઓને 45 લાખ રૂપિયા આપ્યા. બીજા દિવસે આરોપીઓના ફોન બંધ આવ્યા. હરિભાઈએ ભરૂચ નજીક પોલીસે ચૂંટણી અનુસંધાને નાણાં જપ્ત કર્યા હોવાનું જણાવ્યું. ત્યારબાદ ન તો લોન મળી કે ન તો રૂપિયા પરત મળ્યા. આ સમગ્ર છેતરપિંડી મામલે સુનિલભાઈએ આણંદ રૂરલ પોલીસ મથકે અરજી આપી હતી.
આ અરજીની તપાસ દરમિયાન સુનીલભાઈ પંચાલ પાસેથી ફાઇનાન્સ લોન આપવા માટે સ્ટેમ્પ ડ્યુટીના બહાને રૂપિયા 45 લાખ પડાવી લેનાર હિતેન્દ્ર શાહનું સાચું નામ બ્રીજેશ ઉર્ફે હિતેન્દ્રભાઈ કાંતીભાઈ પાડલીયા (હાલ રહે. વેલંજા, શ્યામલોક સોસાયટી, રંગોલી, સુરત. મુળ રહે ખરેડા ગામ તા-ગોંડલ), હરીભાઈ શાહનુ સાચું નામ અમીનશા વલીશા શાહમદાર (રહે. ગોંડલ, હાજી મુસા બાવાની દરગાહ પાસે) અને સતીષભાઈનું સાચું નામ સતીષભાઈ જીવાભાઈ સાબડ (રહે.અમરનામ સોસાયટી, ગોપાલ પાર્કની બાજુમાં, રાજકોટ) હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે, આ અંગે સુનીલભાઈ કનુભાઈ પંચાલની ફરીયાદને આઘારે આણંદ રૂરલ પોલીસે ત્રણેય વિરુદ્ધ ઈપીકો કલમ 406 તથા 120(બી) મુજબનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.