આણંદ શીલી ગ્રામપંચાયતમાં MGNREGA અંતર્ગત સામાજિક ઓડિટ ગ્રામસભા યોજાય

આણંદ શીલી ગ્રામપંચાયતમાં MGNREGA અંતર્ગત સામાજિક ઓડિટ ગ્રામસભા યોજાય
તાહિર મેમણ – 09/03/2025 – આણંદ – ઉમરેઠ તાલુકાના શીલી ગામે આજ રોજ તારીખ ૦૭/૦૩/૨૦૨૫ ના રોજ ગ્રામપંચાયત ખાતે સરકારશ્રીના આદેશ અનુસાર MGNREGA અંતર્ગત સામાજિક ઓડિટની ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સામાજિક ઓડિટર (હિરેન્દ્ર પરમાર),તલાટીશ્રી (મહેન્દ્રભાઈ પરમાર), મનરેગા APO (એઝાઝભાઈ), ગ્રામરોજગાર સેવક (ઈર્શાદભાઈ), વિલેજ રિસોર્સ પર્સન (ઉષાબેન) સમાજ સેવક (મીનાબેન) તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મનરેગા APO દ્વારા મનરેગા યોજનાની અને મનરેગા યોજનામાં સામાજિક ઓડિટ વિશે વિસ્તૃત જાણકારી ગ્રામજનોને આપવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા સામાજિક ઓડિટર તથા વિલેજ રિસોર્સ પર્સન દ્વારા ગામમાં ચાલતા વિવિધ યોજનાકીય કામોની માહિતી મેળવી ગ્રામજનોને યોજનાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લાભાર્થીઓ અને ગ્રામજનોને સરકારી યોજનાઓનો વધુ ને વધુ લાભ મેળવી ગામનો વિકાસ સાથે મળીને કરવાનો અને ગ્રામજનોને મનરેગા અંતર્ગત વધુમાં વધુ રોજગારી મેળવે અને સરકારી યોજનાનો લાભ ગામના છેવાડાના માનવી સુધી પોહ્ચે એવો અનુરોધ કરવામાં આવ્યો.





