
વાત્સલ્યમ્ સમાચાર,
મુંદરા-કચ્છ.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને નખત્રાણા તાલુકા આરોગ્ય બાબતે કાર્યક્રમોની સમીક્ષા કરાઈ
બાળ અને માતા મરણ માટેનાં કારણોની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી
દેશલપર(ગુંતલી) :૨૪\૧૨\૨૦૨૫
નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદઢ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. માનનીય મુખ્ય જિલ્લા આરોગય અધિકારી સાહેબ શ્રી નાં અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી, ન્યુટ્રીશન, રસીકરણ, સંક્રામક રોગોનો અટકાવ, ટી.બી. નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય વિષયે મુખ્ય જિલ્લા આરોગય અધિકારી સાહેબશ્રી એ માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી સાહેબે અરોગયના બધાજ કાર્યક્રમો વિશે મિટિંગ હાજર રહેલ કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો લીધી હતી અને કામગીરીમાં સુધારો લાવવા કડક સુચના આપી હતી.માતા અને બાળ યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં થયેલાં બાળ અને માતા મરણ માટેનાં કારણોની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તેમણે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં તાલુકના બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની સેવાઓ પૂરી પાડવા આવે અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને પરિપૂર્ણતા સુધી લઈ જવા, ફિલ્ડ પર જઈ સર્વે વધારવા, ધનિષ્ઠ રીતે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.જિલ્લા મેલેરિયા/એપિડેમિક અધિકારી સાહેબશ્રી એ NVBDCP અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી સાહેબશ્રી, જિલ્લા ક્ષય મેડિકલ ઓફિસર સાહેબશ્રી,ડો. પરમાર સાહેબ, જિલ્લા આર.સી.એચ.ઓ. ડો.પટેલ સાહેબ, ઈ.એમ.ઓ.,ડો.કેશવ કુમાર સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ , તાલુકાનું સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, માંથી આયુષ મેડીકલ ઓફીસર,cho, mphs, Mphw, fhs,fhw,સ્ટાફ હાજર રહ્યો હતો.સાથે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવે નખત્રાણા તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુલેમાન એ.પીંજારા માહીતી આપતા જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




