
*વાત્સલ્યમ સમાચાર*
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ
ઇતિહાસમાં પ્રથમ વખત તિલક ગણેશ મંડળ તિલક ગણેશ મંડળની 11 વર્ષની ભવ્યતી ભવ્ય ઉજવણીઓ નિમિત્તે આજરોજ વાંસદા ના જલારામ હોલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તિલક ગ્રુપના તમામ સભ્યો દ્વારા પૂર્વ આયોજન થકી 638 રજીસ્ટ્રેશન કરાયા હતા.અને દરેક રક્તદાતાઓ અને તેમની સ્લીપ આપવામાં આવી હતી. જેમાં આજરોજ સવારે ૭:૩૦ વાગ્યેથી દીપ પ્રાગટ્ય કરીને રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરવા ખૂબ જ ઉત્સાહ બતાવ્યો હતો.અને દાન કરવા માટે મતદાન કરવા જેવી લાઇનો લાગી હતી.આ રક્તદાન કેમ માટે ત્રણ બ્લડ બેન્કના સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં બીલીમોરા લાયન્સ ક્લબ, એન.એમ.પી. બ્લડ બેન્ક, નવસારી રેડક્રોસ સોસાયટી તેમજ સુશ્રુસા બ્લડ બેન્ક સહભાગી થઈ હતી.તેમજ તિલક ગ્રુપે દરેક રક્તદાતાઓને ગિફ્ટો આપી સન્માન કરાયા હતા આ પ્રસંગે 261 વખત પ્લેટલેટ રક્તદાન કરેલ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન થયેલ યોગેશભાઈ ઢીમ્મર દ્વારા પ્રસંગિક ઉદબોધન કરીને રક્તદાન કરવા માટે સમજૂતી આપી હતી. તેમજ ગુજરાત રાજ્યના ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલના પ્રસંગિક ઉદબોધન કર્યું કરાયું હતું. ભાજપ મહામંત્રી રાકેશભાઈ શર્મા સરપંચ શ્રી ગુલાબભાઈ તથા વાંસદા ડેપ્યુટી સરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા વિરમભાઇ વ્યાસ,દિપ્તીબેન, રાજુભાઈ મોહિતે, યશપાલસિંહ બાપુ,ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કરવા માટે વાસદા માંથી પહેલીવાર રક્તદાન માટે બહેનો તેમજ મુસ્લિમ અને વોહરા સમાજ ઘણા બધા દાતાઓ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. અને સમગ્ર તિલક ગ્રુપના તમામ સભ્યોએ સમગ્ર વાંસદા ગામના તમામે તમામ રક્તદાતાઓને આભાર પ્રગટ કર્યો હતો. અને હજુ પણ ભવિષ્યમાં રક્તદાન કરાતા રહેવો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.




