HALOLPANCHMAHAL

હાલોલ:તાલુકામાં વરસાદની શરૂઆત, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાની પોલ ખુલી

તા.૧૭.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

 

હાલોલ નગર તેમજ તાલુકા માં બીપરજોય વાવાઝોડા બાદ શનિવારના રોજ ભારે પવન તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે એક ઇંચ જેટલો સામાન્ય વરસાદ થતાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. સામાન્ય વરસાદમાં નગરના મુખ્ય માર્ગો સહીત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અરબી સમુદ્રમાંથી સર્જાયેલું વાવાઝોડું બીપરજોય ગુજરાતમાંથી પસાર થયા બાદ છેલ્લા બે દિવસથી ભારે પવન રહ્યો હતો.જેના પગલે જનજીવન પર તેની ભારે અસર જોવા મળી હતી.ત્યારે શનિવારના રોજ આખો દિવસ ભારે પવન તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલોલ નગર તેમજ પંથકમાં બપોર બાદ વરસાદી ઝાપટાઓ શરૂ થયા હતા.જેમાં તંત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સાંજના 5.00 વાગ્યા સુધીમાં 28,મી.મી. જેટલો વરસાદ થયો હતો. જોકે ગઈકાલ અને આજે થઇ 56 .મી.મી. વરસાદ નોંધાયો છે.અચાનક વરસાદ શરૂ થતા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી. વરસાદથી બચવા લોકો સુરક્ષિત સ્થળો પર જતા જોવા મળ્યા હતા.જ્યારે હાલોલ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂ ની નબળી કામગીરી સામે આવી હતી.જેમાં વડોદરા રોડ પર તાલુકા પંચાયતની સામે જ સામાન્ય વરસાદમાં ઢીંચણ સમા પાણી જોવા મળ્યા હતા.હજુ તો સામાન્ય વરસાદ છે વધુ વરસાદ થશે ત્યારે નગરની શું હાલત થશે ? તે તો સમય જ નક્કી કરશે તેમ જણાઈ આવે છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!