SURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર પોલીસ તાલીમ ભવન કેન્દ્ર ખાતે 140 સરપંચો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

તા.30/06/2023/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજય સરકારની દીર્ધદ્રષ્ટ્રીનું સફળ પરિણામ એટલે “માં નર્મદા દેવી”ના અમૃતજળ શું કેનાલ મારફતે સમગ્ર ગુજરાત રાજયમાં તથા સુરેન્દ્રનગર જીલ્લાના દરેક ગામે ગામ પહોચવુ ખેતી આધારિત સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતોને કેનાલથી નર્મદાનુ પાણી મળતા મબલખ ખેત ઉત્પાદન થતા રાજયના વિકાસદરમાં સુરેન્દ્રનગર જીલ્લો મહત્વનો હિસ્સો બની રહેલ છે ખેતીમાં પુરતુ પાણી મળતા ખુબ જ સારી આવક થતી હોય જેથી અન્ય જીલ્લા તથા રાજયમાંથી મોટી સંખ્યામાં માણસો પોતાના પરિવાર સાથે ખેત મજુરી દ્વારા આજીવીકા રળવા સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ છે ગામના પ્રથમ નાગરીક એવા સરપંચની “પોતાના ગામની દરેક મુવમેન્ટ, મજુરી અર્થે આવક જાવક કરતા માણસો” ઉપર સીધી દેખરેખ હોય છે મજુરી અર્થે આવતા જતા માણસો પૈકી ઘણા માણસો ફકત મજુરી દ્વારા પોતાનુ પેટીયુ રળતા હોય છે, પરંતુ કેટલાંક ઇસમો અન્ય જગ્યાએ ગુન્હાહિત પ્રવૃતિ કરી, મજુરના વેશમાં અત્રેના જીલ્લામાં આશ્રય મેળવતા હોવાનુ અથવા તો અત્રેના જીલ્લા ખાતે થોડો સમય રહી ગુન્હાહિત કૃત્ય આચરી જતા રહેતા હોવાના ઘણા બનાવો બને છે જેથી આવી પ્રવૃતિને સદંતર નેસ્તનાબુદ કરવા તથા સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત “મારૂ ગામ સલામત ગામ” અંતર્ગત સરપંચ તથા ગામલોકો દ્વારા ગામની તમામ હલચલ ઉપર નજર રાખી, ગુન્હાહિત પ્રવૃતિ ધ્યાને આવ્યે તાત્કાલીક પોલીસના આંખ કાન બની, પોલીસને માહીતી આપી સહિયારા સંકલનથી તાત્કાલીક કોઇપણ બનાવનો નિવેડો લાવવા તથા ગામમાં અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોતે કેવી રીતે ભાગીદાર બની શકે, તે અંગે માહિતગાર કરવા, અને સાથોસાથ પોતાના ગામમાં બહારથી ખેત મજુરી અર્થે આવેલ માણસોની ઓળખનો તમામ પ્રકારનો ડેટાબેઝ તૈયાર કરવા, ગામમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા, તથા અન્ય સુવિધાની માહીતી એકત્ર કરવા પોલીસ વડા હરેશ દુધાત સાહેબ દ્વારા ખાસ સેમિનારો યોજવા સી પી મુંધવા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝન, એચ.પી.દોશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન, જે.ડી.પુરોહિત સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન, તથા વી.વી.ત્રિવેદી સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એસ.એમ.જાડેજા સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.સુરેન્દ્રનગર નાઓને જરૂરી સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે આજરોજ સાંજના કલાક.૦૪/૦૦ થી કલાક.૦૬/૦૦ સુધી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ અધિક્ષકશ હરેશ દુધાત સાહેબની પ્રેરક ઉપસ્થિતીમાં એચ પી દોશી નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન તથા પો.ઇન્સ.એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સુરેન્દ્રનગર તથા ડીવીઝનના તમામ થાણા અધિકારીઓની હાજરીમાં સુરેન્દ્રનગર સીટી બી, જોરાવરનગર, વઢવાણ, લખતર, મુળી પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ-૧૪૦ ગામના સરપંચઓ સાથે સેમિનાર યોજી સીધો સંવાદ કરવામાં આવેલ તે દરેક સરપંચઓને ગામના કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ભાગીદાર બનવા, મારૂ ગામ સલામત ગામ સુત્રને સાર્થક કરવા શુ કાર્યવાહી કરવી, ગામમાં ચોરી, લુંટ કે અન્ય ગુન્હાઓ બનતા અટકાવવા કેવી તકેદારી રાખવી, તે બાબતે સંપુર્ણ માહિતગાર કરવામાં આવેલ. સરપંચઓને પોતાના ગામમાં ખેતમજુરી અર્થે બહારથી આવેલ તમામ માણસોની ઓળખ સાથેની તમામ માહીતી, મોબાઇલ નંબર સાથે એકત્રિત કરવા, તથા ગામમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા, બેન્ક, એ.ટી.એમ., દુધની ડેરી, પોસ્ટઓફીસ, શાળા તથા આરોગ્યકેન્દ્રની માહીતી તથા તેનુ સંચાલન કરનારના મોબાઇલ નંબર સહિતની માહીતી એકત્રિત કરવા તમામ સરપંચઓને ૫૦-૫૦ ફોર્મ આપીને ડેટાબેઝ તૈયાર કરવા સુચના માર્ગદર્શન કરેલ.સુરેન્દ્રનગર જીલ્લાના લીયા, સરલા, મુળી, માળોદ, ખોલડીયાદ, ખારવા, ઓળક, આદલસર, કળમ, ઢાંકી, ઝમર, વિગેરે કુલ-૧૨ ગામના સરપંચઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી કે સ્વ-ભંડોળથી ગામમાં પ્રવેશવાના તથા મુખ્ય રસ્તા, ચોક ખાતે સી.સી.ટી.વી. કેમેરા કાર્યરત કરી, ગામ ઉપર સર્વેલન્સ રાખવામાં આવતુ હોય જે તમામ ગ્રામ પંચાયતના સરપંચઓને પોલીસ અધિક્ષક હરેશ દુધાત સાહેબ દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે આ સેમિનારમાં મોટી સંખ્યામાં સરપંચઓએ ઉત્સાહભેર હાજરી આપી, ઉપરોકત માહીતી ટુંક સમયમાં એકત્રિત કરી, સંપુર્ણ ડેટાબેઝની એક નકલ ગ્રામ પંચાયતમાં તથા એક નકલ પોલીસ સ્ટેશન ખાતે ટુંક સમયમાં મોકલી આપવા તથા પોતાની આસપાસ કોઇ ગુન્હાહિત પ્રવૃતિ થતી હોવાનુ ધ્યાને આવ્યે તુરત જ તેની માહીતી પોલીસને આપી, પોલીસના આંખ કાન બની, કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ભાગીદાર બની ગુન્હાહિત પ્રવૃતિને નેસ્તનાબુદ કરાવવા પોતાનુ યોગદાન આપી પોતાના ગામ, તાલુકા તથા જીલ્લાના વિકાસમાં યોગદાન આપવા પ્રતિબધ્ધતા દર્શાવેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!