MORBI:ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મોરબી રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ યોજાશે

MORBI:ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મોરબી રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ યોજાશે
ફક્ત પુરુષો માટેની આ તાલીમ માટે ઈચ્છુકોએ ૧૫ જુલાઈ સુધીમાં રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે
મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટરી, અને પોલીસમાં વધુ ને વધુ ઉમેદવારો જોડાય તે માટે ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડતા સાથે) દિવસ ૩૦ માટે ફક્ત પુરુષ ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.
આ તાલીમમાં ઉંમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ, અભ્યાસ ૧૦ પાસ કે તેથી વધુ, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી. (ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી (ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૧૫/૦૭/૨૦૨૪ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) કચેરી સમય દરમિયાન મોરબી રોજગાર વિનિમય કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે.
અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે મોરબી રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ – ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.









