
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૩૦: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારી અને મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા નવસારી જિલ્લાના મત્સ્ય ખેડૂતો, ગ્રામીણ યુવાનો, સ્વ સહાય જુથ, મહિલા મંડળો, યુવા મંડળો વગેરેની મત્સ્ય ઉછેરની વિવિધ તકનીકીના નિદર્શનો અને તાલીમો પ્લાન યોજના એસ્ટાબ્લીસમેન્ટ ઓફ ડેમોન્સ્ટ્રેશન કમ ટ્રેનીંગ સેન્ટર ઈન ઈનલેન્ડ ફીશરીઝ એટ નવસારી દ્વારા સંયુક્ત પ્રયાસથી પુરી પાડવામાં આવે છે અને ગ્રામ્ય તળાવ, ખેત તળાવો, કાંઠા વિસ્તારના ખારલેન્ડ તળાવમાં મત્સ્ય ઉછેરની પ્રવૃતિઓ કરાવી પડતર જળસ્ત્રતોનો કાર્યક્ષમ ઉપયોગ કરી ગ્રામીણ યુવાનોમાં રોજગારીની તકો વિકસાવવાની અને પોષણ સુરક્ષાની કામગીરી કરવામાં આવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારી ખાતે મુલાકાત લેતા ખેડૂત ભાઈ-બહેનો, તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ મત્સય ઉછેરની વિવિધ તકનીકીઓ નિહાળી યોગ્ય માર્ગદર્શન મેળવી મત્સ્ય ઉછેરની પ્રવૃતિઓ વૈજ્ઞાનિક ઢબે કરતા થાય તે માટે કેવિકે નવસારી ખાતેના તળાવોમાં કાર્ય કલ્ચર, પંગસીયસ અને તેલાપીયા કલ્ચર (લો-ક્રોસ્ટ કેજ ફાર્મિંગ) વગેરેના તકનીકી નિદર્શન તેમજ મત્સય વિજ્ઞાનના વિદ્યાર્થીઓના પ્રયોગો અને અખતરા સફળતા પૂર્વક ગોઠવી શકાય તેવા શુભ આશયથી ગત રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કુલપતિશ્રી ડો.ઝેડ.પી.પટેલ, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિશ્રી ડો.પી.એચ.ટાંક ની ઉપસ્થિતિમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.હેમંત શર્મા અને ડો. એમ.એમ.ત્રીવેદી મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડો.આર.વી.બોરીચાંગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો.સુમિત.આર.સાળુંખે અને મદદનીશ પ્રાધ્યાપક ડો.પી.પી.પટેલ દ્વારા બંને સંસ્થાઓની સહમતિથી મત્સ્ય ખેડૂતો અને વિદ્યાર્થીઓના હિતાર્થે પાંચ વર્ષ માટે સમજુતી કરાર કરવામાં આવ્યા હતા. આ સમજુતી કરારથી નવસારી જિલ્લામાં મત્સ્ય પાલનની પ્રવૃતિને વેગ મળશે જે ખેડૂત સમાજના આર્થિક ઉત્થાન માટે ઉપયોગી નિવડશે એવી લાગણી બંને યુનિવર્સિટીના કુલપતિઓ વ્યકત કરી હતી.




