
લુણાવાડા કોલેજમાં ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમનું સફળ આયોજન
****
માહિતી બ્યૂરો મહીસાગર
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા માય ભારત અંતર્ગત શ્રી પી. એન. પંડ્યા આર્ટસ, એમ. પી. પંડ્યા સાયન્સ & શ્રીમતી ડી. પી. પંડ્યા કૉમર્સ કોલેજ, લુણાવાડા ખાતે તા. ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનોને રાષ્ટ્રના વિકાસ સાથે જોડવા અને ૨૦૪૭ સુધીના ભારત સરકારના વિઝનથી માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવા અને ખેલ મંત્રાલય દ્વારા પસંદ પામેલ યુવા આઇકોન જેનીશ પંચાલ અને યુવા તથા ખેલ મંત્રાલયના સલાહકાર યાદમ બગંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના આર્ટસ વિભાગના ઇન્ચાર્જ પ્રો. જે. પી. ચૌધરી, ડૉ. ભાવેશ પાનસુરીયા, કોલેજના સમગ્ર સ્ટાફ, એન.એસ.એસ. સ્વયં સેવકો અને એન.સી.સી. કેડેટ્સની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રો. જે. પી. ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.યુવા અને ખેલ મંત્રાલયના સલાહકાર યાદમ બગંગે રાષ્ટ્રના વિકાસમાં યુવાનોની સક્રિય ભૂમિકા અને યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મહીસાગર યુવા આઇકોન જેનીશ પંચાલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન (PPT)ના માધ્યમથી સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ તેમજ ૨૦૪૭ સુધીમાં રાષ્ટ્ર વિકાસ માટેના સરકારના વિઝનની વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે વિડીયો અને પોતાના વ્યક્તિગત અનુભવો દ્વારા યુવાઓને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર ફાળો આપવા માટે પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે કોલેજના એન.સી.સી. ઓફિસર ડૉ. આઈ. વી ડામોર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહિપાલસિંહ ચંપાવત દ્વારા કરવામાં આવ્યું હતું.આ સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમની પૂર્ણહુતી સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી.



