બાકરોલ ગામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુકેલી સ્ટોરી જોવા બાબતે મારામારી કરતા ચાર ઈસમો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

તારીખ ૧૭/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
બાકરોલ ના ઉમેશભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદ મુજબ કાલોલ તાલુકાના સમડિયા ની મુવાડી ગામે રહેતા હરપાલસિંહ કરણસિંહ ગોહિલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેમના મિત્ર ધર્મેશ ગોહિલે તેની સ્ટોરી જોયેલી જેથી હરપાલસિંહ કરણસિંહ ગોહિલે તેને વોઇસ કોલ થી ફોન કરી કહેવા લાગેલ કે તે મારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કેમ જોયી તમે અલીન્દ્રા ચોકડી પાસે આવેલ ડીલાઈટ હોટલ પાસે આવો તેવું મિત્ર ધર્મેશકુમાર ને જણાવતા ફરિયાદી ઉમેશકુમાર પરમાર તથા મિત્ર ધર્મેશકુમાર અને મારો મોટો ભાઈ દેવરાજ સિંહ એમ ત્રણેય ડીલાઈટ હોટલ પાસે ગયેલા તે વખતે હરપાલસિંહ નાઓ તેમની પાસે આવેલ અને ધર્મેશને કહેવા લાગેલ કે મારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કેમ જોયી તેમ કહી તેઓ સાથે બબાલ કરવા લાગેલ જેથી તેઓ ત્રણેયજણા ત્યાંથી પોતાના ઘરે આવી ગયેલા અને ત્યાર બાદ તારીખ ૧૫/૦૩/૨૦૨૫ના રોજ હરપાલસિંહ કરણસિંહ ગોહિલના ઓના ફરિયાદીને વારંવાર ફોન કરી જુની અદાવત બાબતે સમાધાન કરવા માટે બોલાવતો હોય પરંતુ તેઓને સમાધાન કરવું ના હોય જેથી હું ગયેલ નહી અને ફરિયાદી સાંજના સમયે તેના મારો મિત્ર ધર્મેશકુમાર બને જણા કામ થી કાલોલ બાજુ જતા હતા અને કામ પતાવી બન્ને મોટર સાયકલ ઉપર ઘરે જતા હતા અને ફરિયાદી બાઇક ચલાવતો હતો તે વખતે રાત્રીના સાડા દસેક વાગ્યા ઇનોક્સ કંપની આગળ હરપાલસિંહ કરણસિંહ ગોહિલ તથા તેના ત્રણ મિત્રોએ રોડ ઉપર બાઇક આડી કરીને તેમણે ઉભો રાખેલ હોય અને તે સમયે હરપાલ સિંહ કરણસિંહ ગોહિલ કહેવા લાગેલ કે તું અમારી સાથે સમાધાન કેમ નથી કરતો તેમ કહી ચારેય જણાએ ફરિયાદી ઉમેશકુમારને બાઇક ઉપરથી નીચે ખેંચી પાડીને માં બેન સમાની ગંદી ગાળો બોલીને ગડદાપાટુ નો માર મારવા લાગેલા પ્રિન્સ ગોહિલે લોખંડની પાઈપ મારતા ડાબી આંખ અને કપાળમાં ઈજા પહોંચી લોહી નીકળ્યુ હતુ.જયવીર ગોહિલે લાકડાનો દંડો બાવળાના ભાગે માર્યો હતો અને જયરાજે ધર્મેશને લોખંડની પાઈપ ડાબા પગે ઢીંચણના ભાગે મારેલ અને માર મારી ને આ ચારેય જણા કહેતા હતા કે આજે તો તું બચી ગયો છે હવે આજ પછી મને પાછો જોવા મળીશ તો તને જાન થી મારી નાખીશ તેવી ધમકીઓ આપી ચારેય જતા રહ્યા હતા ત્યારે ઉમેશકુમાર ને લોહી નીકળતું હોય અને ઇજાઓ થયેલ હોય જેથી ધર્મેશકુમારે તેમના બે મિત્રોને ફોન કરતા તેવો આવેલ અને ત્યારબાદ કાલોલના ખાનગી હોસ્પિટલમાં દવા સારવાર માટે લઈ ગયેલ હતા ત્યાર બાદ આ ચાર ઈસમો સામે નામજોગ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હોય જેથી ચારેય ઈસમો સામે જાન થી મારી નાખવાની ધમકીઓ આપવી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાનાઓ જાહેરનામાનો ભગની ફરિયાદ નોંધી વધુ તપાસ કાલોલ પોલીસે હાથ ધરી હતી.





