શહેરા તાલુકા પંચાયતમાં એન્જિનિયર દિપ્તેશભાઈ વસાવાનો વિદાય સમારંભ યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ શાખામાં ફરજ બજાવતા એન્જિનિયર દિપ્તેશભાઈ સોમાભાઈ વસાવાનો વિદાય સમારંભ યોજાયો હતો. તેમની બદલી થતાં, તાલુકાના તમામ તલાટી કમ-મંત્રીઓ, ડેલિકે અને સરપંચશ્રીઓ દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
દિપ્તેશભાઈ વસાવાએ શહેરા તાલુકામાં એન્જિનિયર તરીકે તેમની ફરજ દરમિયાન કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સૌએ તેમની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન બાંધકામ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા, જેનાથી તાલુકાના વિકાસમાં મોટો ફાળો મળ્યો હતો.
આ વિદાય સમારંભમાં ઉપસ્થિત સૌએ દિપ્તેશભાઈને તેમના નવા કાર્યક્ષેત્ર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે, તેમના સહકર્મચારીઓ અને સરપંચોએ તેમને ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દિપ્તેશભાઈ વસાવાએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને શહેરાના લોકો સાથે કામ કરવાનો અનુભવ યાદગાર ગણાવ્યો હતો.






