બાળપણની મજા જ કંઈક અલગ હોય છે.
બાળપણની મજા જ કંઈક અલગ હોય છે.બાળપણ ખૂબ જ સુંદર હોય છે, તેમાં ના તો સુખની ચિંતા હોય ના તો દુઃખની,બસ સાચા અર્થમાં જીવન જીવવાની મજા હોય છે,ત્યારે મનમાં કોઈ વેર ઝેરની ભાવના પણ ના હોય અને જીંદગી બહુ ખુશહાલ હોય છે.
એમાં પણ જ્યારે વેકેશન આવે એટલે તો મજા જ પડી જાય ભણવાની બાબતમાં જે માતા પિતા તરફથી થોડી ઘણી ચિંતા હોય તે પણ દૂર થઇ જાય છે એટલે જ બાળકો વેકેશનનો ભરપૂર આનંદ માણે છે.દોસ્તો સાથે અને ભાઈ બહેનો સાથે રમવાની મજા જ કંઈક અલગ હોય છે.
બાળપણની દુનિયા સપનોની દુનિયા જેવી હોય છે.જે મોટા થયા પછી હંમેશા યાદ આવે છે.નાના બાળકોના સપના પણ ખૂબ મોટા હોય છે અને વાતો પણ એકદમ સાચી હોય છે અને ત્યારે એનામાં નિખાલસતા હોય છે એટલે જ તો નાના બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે.
“એ બાળક તારું બાળપણ છે મજાનું,
તેમાં જીવવાનું નથી કોઈ જ બહાનું.”
બાળપણમાં વેકેશન માણવાની મજા અનેરી હોય છે.જે આજકાલના બાળકોમાં માત્ર ટીવી કે મોબાઈલ ફોન માટે હોય છે જે તેના ઉજ્વળ ભવિષ્ય માટે ખતરા રૂપ છે આજનાં બાળકને આ બાબત નહીં સમજાય કે જે મજા ભાઈ બહેનો અને મિત્રો સાથે રમવામાં અને રમતાં રમતાં લડવામાં છે તે મજા આજનાં મોબાઈલ ફોનની સારામાં સારી ગેમ્સ રમવામાં પણ નથી આનાથી માત્ર આંખો, કાન અને મગજ જ ખરાબ થાય છે જ્યારે પહેલાની રમતથી શરીરને અનેક રીતે ફાયદાઓ થતાં હતાં.ત્યારે શરીરની શારીરિક તેમજ માનસિક કસરત પણ થતી હતી જે આજે નથી થતી.
આ બાબત માટે દોષ આજનાં બાળકનો જ માત્ર નથી આજની પેઢીના માતા પિતા નો પણ છે જે નાની ઉંમરમાં બાળકને સમજાવવાના બદલે તેને આ રમકડું આપી દે છે જેથી તે આરામથી એક જગ્યાએ બેસી રહે અને માતા પિતા બંને પોતાના કામ કરી શકે પણ લાંબા ગાળે આનાથી જે નુકસાન ભોગવવું પડે તે બહુ અઘરું થઈ પડે છે.
મારા મતે આપણે બાળકને સાચા અર્થમાં જો જ્ઞાન આપવું હોય તો તેને ફોનથી દૂર રાખી તેને શરૂઆતથી જ રમત ગમત પ્રત્યે જાગૃત કરવા જોઈએ જેથી તે લાંબા ગાળે કોઈ ખામીથી ના પીડાઈ.
બાળકને એનું બાળપણ જીવવા દે… ઓ માનવી…
તેનામાં સાચી સમજણ આવવા દે.
તેને જાતે કંઈક મજાનું શીખવા દે… ઓ માનવી…
તેને ખુદમાં રહેલી કલાને જાણવા દે.
આ જીવનને ખુશીઓથી માણવા દે… ઓ માનવી…
તેને સારા ખરબના ભેદ સમજવા દે.
❣️❣️❣️ Rupal “Rup”