BHARUCHNETRANG

નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “સાંપ્રત દલિત સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૧/૦૨/૨૦૨૫

 

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંઘીનગર તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ “સાંપ્રત દલિત સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો.

 

આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કરવામાં આવી. ત્યારબાદ આચાર્ય ડૉ.જી.આર.પરમારે સ્વાગત પ્રવચન કરી સેમિનાર અંગે માર્ગદર્શન આપ્યું હતું હતું. આ સેમિનારમાં ઉદઘાટન બેઠક અને પ્રથમ સત્રના અતિથિ વિશેષ અને તજજ્ઞ વક્તા તરીકે અનુક્રમે પ્રા.ડૉ.ગિરિશકુમાર સોલંકી (સરકારી વિનયન કોલેજ ગાંધીનગર), ડૉ.હર્ષદ પરમાર( આચાર્ય સરકારી વિનયન કોલેજ માંડલ), ડૉ.જયપાલ શિંદે (આર્ટ્સ , કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ, તલોદા, મહારાષ્ટ્ર), પ્રો. રાજેશ મકવાણા (સેન્ટ્રલ યુનિ.વડોદરા) ઉપસ્થિત રહ્યા હતા. બીજા સત્રના વક્તા તરીકે પ્રા. મિલિન્દ સોલંકી (સેન્ટ્રલ યુનિ.વડોદરા), પ્રો. કાંતિલાલ માલસતર (ગુજ.યુનિ.અમદાવાદ), પ્રા. રાજેશ વણકર(સરકારી વિનયન કોલેજ ગરબાડા) ડૉ.નરસિંહદાસ વણકર (પૂર્વ એસો. પ્રોફે. વિ.વા.કૉલેજ, ખેરાલુ) ઉપસ્થિત રહ્યા હતા. તૃતીય બેઠક સંશોધનપત્ર પ્રસ્તુતીનાં ચેરમેન તરીકે ડૉ.નરેશ વાઘેલા ( વિ.વા.કૉલેજ સરભાણ, ભરૂચ) ઉપસ્થિત રહ્યા હતા.

 

આ રાષ્ટ્રીય પરિસંવાદ “સાંપ્રત દલિત સાહિત્ય” વિષયને કેન્દ્રમાં રાખી યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સંશોધનલેખો આવ્યા હતા અને અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને તેમના તેજસ્વી સંશોધનપત્રોને રજૂ કરવા અને તેના વિશે ચર્ચા કરવાનો સુવર્ણ અવસર મળ્યો. અંતે પ્રમાણપત્ર વિતરણ, પ્રતિભાવો અને આભારવિધિ આ પરિસંવાદના સંયોજક ડૉ.એન.એમ. રાઠવા દ્વારા કરી અને રાષ્ટ્રગીત ગાઈ આ રાષ્ટ્રીય પરિસંવાદને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.આ પરિસંવાદ નિમિત્તે વિવિધ કૉલેજ અને યુનિવર્સિટીમાંથી અધ્યાપક મિત્રો, સંશોધકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એક દિવસય રાષ્ટ્રીય પરિસંવાદને સફળ બનાવવામાં સંસ્થાના તમામ અધ્યાપક મિત્રો, વહીવટી સ્ટાફ, આઉટસોર્સીંગ સ્ટાફ તથા વિદ્યાર્થીમિત્રોનો અમૂલ્ય ફાળો રહ્યો છે.

 

.

Back to top button
error: Content is protected !!