GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી એક ઈસમ નુ મોત.આંઠ પૈકી સાતનો બચાવ.

 

તારીખ ૦૩/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી આંઠ ઈસમો તણાયા હતા જે પૈકી સાત ઈસમોને બચાવી લેવાયા હતા જ્યારે એક ઈસમ પટેલીયા કાલુભાઈ વરસિંગભાઈ નુ ઊંડા પાણીમા ડૂબી જવાથી મોત નીપજયું હતુ મીરાપુરી ગામે ગણેશ ઉત્સવ નો આનંદ શોક માં ફેરવાઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ મીરાપુરી ગ્રામજનોએ તાત્કાલિક વેજલપુર પોલીસને કરતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે મીરાપુરી ગામના તલાટી કમ મંત્રી દ્વારા આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ને પણ લેખિત જાણ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!