પરપ્રાંતીય ઈસમોને નોકરી પર રાખનાર તથા મકાન ભાડે આપનાર અને સ્થાનીક પોલીસ મથકે નોંધ નહી કરાવનાર 3 સામે કાર્યવાહી કરી
તારીખ ૧૬/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને જાણવા મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક પરપ્રાંતીય ઈસમો મકાન ભાડે રાખીને રહે છે તેમજ આ વિસ્તારમાં આવેલ નાના મોટા યુનિટમાં પરપ્રાંતીય ઈસમોને મજુર તરીકે કામે રાખવામાં આવે છે જેની નોંધણી પોલીસ મથકે કરાવેલ છે કે કેમ અને જો નોંધણી ન કરાવી હોય તો કાયદેસર કાર્યવાહી કરવાની થાય જેથી પોલીસે આ વિસ્તારમાં તપાસ કરતા અવિનાશ રમેશભાઈ રાઠોડ પોતાનું મકાન છેલ્લા બે વર્ષથી પરપ્રાંતીય અવધેશદાસને માસિક ભાડે થીઆપેલ અને તેનું કોઈ વેરિફિકેશન પોલીસ મથકે કરાવેલ ન હતું કે આઇડી પ્રુફ પણ મેળવેલ નથી તેમ જ એઆઈએમ મેટાલિકસ કંપનીમાં મજૂર તરીકે રાકેશ નવલસિંહ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ કે જેઓને કંપનીના મેનેજર ધનરાજ કેવલરામ સહારે પાટીલ દ્વારા કામે રાખવામાં આવેલ અને તેની કોઈ નોંધણી સ્થાનિક પોલીસમાં કરાવેલ નહીં કે કોઈ આઇડી પ્રુફ પણ મેળવેલ નથી.તથા માધવ પાર્ક સોસાયટી ની પાછળ આવેલ સોસાયટીમાં સુબેદાર રણધીર કે જેવો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છેલ્લા છ મહિનાથી મકાન ભાડે રાખી રહે છે અને મકાન માલિક અર્જુનભાઇ રામસિંગભાઈ બારીયા દ્વારા તેઓની પાસેથી કોઈ આઈડી પ્રૂફ મેળવેલ નથી કે સ્થાનિક પોલીસ મથકે નોંધણી પણ કરાવેલ નથી જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના બદલ ત્રણે સામે કાલોલ પોલીસ મથકે અલગ અલગ ત્રણ ગુના દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.