MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજાઈ

MORBI:મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજાઈ

 

જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ મહત્વના સૂચનો કર્યા

મોરબી જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) તથા મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ની કામગીરી બાબતે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અને ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા ઓવરહેડ સંપ કે પાણીના ટેન્કની આસપાસ ગંદકી દૂર કરવા અને આ પ્રકારના જાહેર પાણીના વિતરણ માટેના સ્ત્રોતની સફાઈ બાબતે પણ સૂચના આપવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત જિલ્લામાં વ્યક્તિગત શૌચાલય નિર્માણની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સામુહિક શૌચાલય માટે ગામની પસંદગી વખતે ધાર્મિક સ્થળ, લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળ ઉપરાંત અગરીયાઓના વિસ્તાર મુજબ ગામ અને સ્થળની પસંદગી કરવા સહિતના મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!