ANANDANAND CITY / TALUKO

આણંદ સેન્ટ.સિરીલ સ્કૂલમાં ‘ગ્રુપ લીડર સન્માનિત સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું.

આણંદ સેન્ટ.સિરીલ સ્કૂલમાં ‘ગ્રુપ લીડર સન્માનિત સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું.

તાહિર મેમણ – ડેડીયાપાડા -:30/06/2026 – મંગળવારનાં રોજ આણંદ પાધરીયા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત સેન્ટ. સિરીલ સ્કૂલના પરિસરમાં સંચાલક જુલિયસ સિરીલ ડાભી અને ડૉલી જે. ડાભી તથા આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ શાળામાં ‘ગ્રુપ લીડર સન્માનિત સમારોહ’ (Investiture Ceremony) નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના બાળકો માંથી યોગ્ય પ્રતિનિધિત્વ કરી શકે તેવા બાળકોની પસંદગી હેઠળ તેઓને શાળા પરિવાર વતી સન્માનિત કરવામાં આવ્યા હતાં.શાળાના સંચાલક અને આચાર્ય દ્વારા યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.જેમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે ઉદ્દેશય ને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!