અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: ICDS વિભાગના કર્મચારીઓ માટે એક ખાનગી હોટલના હોલમાં યોજાયેલી તાલીમ મોડી સાંજ સુધી ચાલતા કર્મચારીઓ સહિત પરિવારજનોમાં રોષ.
અરવલ્લી જિલ્લા ICDS વિભાગના પોષણ અભિયાન અંતર્ગત C – MAM અને EGF તાલીમ ગાંધીનગરના અધિકારીઓ દ્વારા તા.16 એપ્રિલ બુધવારના રોજ મોડાસા નજીક આવેલી ખાનગી નેશલન હોટલના હોલ ખાતે સવારે 9 થી સાંજના 5 કલાક સુધી કર્મચારીઓ માટેનો તાલીમ વર્ગ આયોજિત કરવામાં હતો.આ તાલીમમાં CDPO, મુખ્ય સેવીકાઓ,પાપા પગલી સ્ટાફ,BNM સ્ટાફ અને NNM સ્ટાફના કર્મચારીઓ આ તાલીમમાં જોડાયા હતા.આ તાલીમ મોડી સાંજ એટલેકે 12 કલાક જેટલો સમય વીતવા છતાં તાલીમ વર્ગ માંથી મુક્ત કરવામાં ન આવતા દૂર દૂર અને છેવાડા થી આવેલા મહિલા કર્મચારીઓ અને પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.સરકારના નિયમ મુજબ મહિલા કર્મચારીઓ ને સાંજના પાંચ વાગ્યા પછીના સમય સુધી રોકી શકાતી નથી તેમ છતાં,કર્મચારીઓ ને મોડે સુધી તાલીમ માંથી છુટા કરવામાં ન આવતા સવાલો ઉઠ્યા હતા.આવું તો ભૂતકાળમાં અનેક વાર મીટીંગ કે અન્ય બહાને કર્મચારીઓ રોકી રાખવામાં આવતા હતા,શુ મહિલા કર્મચારીઓ માટે આવી તાલીમ કે અન્ય કારણોસર રાત્રી સમયે વ્યાજબી ગણાય ? આવી તાલીમ કે મીટીંગ શું બહેનો માટે યોગ્ય છે? જેવા અનેક સવાલો ઉઠ્યા હતા.જિલ્લા સેવા સદન સહિત જિલ્લાની કચેરીઓમાં અધિકારીઓના માનીતા કર્મચારીઓ સિવાય ફરજ બજાવતા મહિલા કર્મચારીને મોડી સાંજ સુધી કચેરીઓમાં ફરજ પર હાજર રાખવાંમાં આવતા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે.