BHARUCH

ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાશે

 

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

તા.૨૧/૦૬/૨૦૨૪

ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૩/૦૬/૨૦૨૪ રવિવારના રોજ પલ્સ પોલીયોનો નેશનલ ઇમ્યુનાઝેશનના 3 (NID) રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે.

 

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૪૫,૩૯૫ બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના એ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યા હતા.

વધુમાં, ભરૂચ જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને તા.૨૩ જૂન ના રોજ પોલીયો બુથ પર જઈ બાળકોને પોલીયો પીવડાવી કાર્યક્રમમાં ભાગ લેવા જિલ્લા કલેક્ટર દ્નારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

‘આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ કાર્યક્રમ અન્વયે વિસ્તૃત વિગતો આપતા કહ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના ૧૦૦૫ પોલીયો બુથ (રસીકરણ કેન્દ્રો) પર બુથ પર પોલિયો રસી પીવડાવવામાં આવનાર છે. આ રસીકરણમાં બુથ રસીકણ, ઘર – ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ ટીમ અને મોબાઈલ ટીમ રસીકરણનું કામ સૂપેરે પાર પાડશે. તા.૨૪/૦૬/૨૦૨૪ અને ૨૫/૦૬/૨૦૨૪ના રોજ આરોગ્યની ટીમો ધ્વારા હાઉસ ટુ હાઉસ, તથા મોબાઇલ ટીમ ધ્વારા તમામ વિસ્તારના જેવા કે, (હાઈરીસ્ક વિસ્તાર, ઇંટોના ભઠઠા, શેરડી કટીંગ, અગરીયા વિસ્તાર, ઝુંપડપટ્ટીઓ, જંગલો, અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારો)ના તમામ બાળકોને આવરી લઈ પોલીયોના બે ટીંપા પીવડાવવાની કામગીરી કરશે.

આમ, ભરૂચ જિલ્લાના ૧૦૦૫ બુથ રસીકરણમાં આરોગ્ય વિભાગના ૪૦૨૦ જેટલા કર્મચારીઓની કુલ ૨૦૧૦ જેટલી ટીમ કામગીરી કરશે.તેમનું ૨૦૪ જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરશે. જ્યારે ૨૩૧ જેટલી ટ્રાન્ઝીટ ટીમ અને મોબાઈલ ટીમ ઘરે-ઘરે જઈને પોલિયો રસી પીવડાવશે.

 

આ બેઠકમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, તમામ તાલુકા હેલ્થ ઓફિસર, જીલ્લા પંચાયત ભરૂચ આરોગ્ય વિભાગનો સ્ટાફ, અને અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

 

 

 

Back to top button
error: Content is protected !!