CHUDASURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગરનાં ચુડાનાં રેલવે ડ્રાયવરનુ મુંબઈમાં વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સમ્માનિત કરાયું.

તા.18/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાનાં રહીશ તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી સબ્બીરખાન હિસામખાન પઠાણ રેલવે ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલટ (રેલવે ડ્રાયવર) તરીકે કાર્યરત છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જનરલ મેનેજર દ્વારા તેઓના ક્ષેત્રમાં કરવામાં આવેલ હતું તેમનાં નોંધપાત્ર કાર્ય, તેમની કાર્યદક્ષતા અને સમર્પણ બદલ સન્માન પત્ર તથા શિલ્ડ સાથે રેલ સેવા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે, સબ્બીરખાન હિસામખાન પઠાણ એક એવા રેલ કર્મચારી છે કે જેમને અગાઉનાં વર્ષોમાં ડિવિઝનલ રેલવે મેનેજર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે અને તેમની આ સિધ્ધીઓ બદલ વરિષ્ઠ અધિકારિઓ તથા સહકર્મીઓએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી કુટુંબ સમાજ અને દેશનું નામ રોશન કરો તેવી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!