સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યાં.
મોબાઇલ નંગ 6 કિ.રૂ.2,05,478 નો મુદ્દામાલ રિકવર કરી અર્પણ કર્યાં.

તા.09/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મોબાઇલ નંગ 6 કિ.રૂ.2,05,478 નો મુદ્દામાલ રિકવર કરી અર્પણ કર્યાં.
ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે સુરેન્દ્રનગર જીલ્લામાં વધુમા વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા સા. તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી. બી. જાડેજા સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને પીઆઈ શ્રી બી.સી. છત્રાલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સારૂ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પો.કો. બિદુંબા પૃથ્વીરાજસિંહ ઝાલાનાઓની નિમણુંક કરવામા આવેલ જે અન્વયે ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડયુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી અરજદાર મુકેશભાઈ ગોવિંદભાઈ આલ રહે સુરેન્દ્રનગર, નવીનભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રહે ટીંબા વઢવાણ, દિલીપભાઈ મુન્નાભાઈ સાથળિયા રહે સુરેન્દ્રનગર, પીન્ટુબેન પંકજભાઈ સોલંકી રહે દુધરેજ સુરેન્દ્રનગર, રાહુલભાઈ ભગવાનભાઈ અડાલજ રતનપર, રવિભાલચંદ્ર અગ્રવાલ સુરેન્દ્રનગર જેઓના અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૦૬ જેની આશરે કિ.રૂ.૨,૦૫,૪૭૮ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત કર્યા હતા.





