GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ GIDC માં પ્રાથમિક સુવિધાના અભાવથી કામદારો સહિતના લોકોને હાલાકી

સોશિયલ મીડિયા દ્વારા જાગૃત નાગરિકે CMO અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

તા.22/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાના અભાવે કામદારો સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અંગે સોશિયલ મીડિયા દ્વારા જાગૃત નાગરિકે સીએમઓ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસીમાં અનેક કારખાના આવેલા હોવાથી શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન વિસ્તાર ગણાય તેમ છતાં આ વિસ્તારના અનેક રોડ 10 વર્ષથી વધુ સમય થયા બન્યા નથી રસ્તા ખખડધજ બનતા મોટી સંખ્યામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારખાનાના કારીગરો અને માલસામાન લઈ જતા મજૂરો દૈનિક હાલાકી ભોગવી રહ્યા છે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો તેમજ લોકો કામ કરવા માટે આવે છે ત્યારે આ વિસ્તારના જુદા જુદા સ્થળોએ રસ્તાઓ બિસમાર બની જતા રાહદારીઓ, વાહન ચાલકો તેમજ મજૂરવર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે જાગૃત નાગરિક સુનિલ રાઠોડે સોશિયલ મીડિયા દ્વારા સીએમઓ તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારે જીઆડીસી વિસ્તાર હજુ પણ પાણી, સ્ટ્રીટલાઇટો, ગટરો સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેના કારણે કામદારોને અવર જવર કરવા સહિતની હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!