MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી

MORBI મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૫ થી ૧૧/૦૫/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૭૧ આસામી પાસેથી રૂ.૩૨૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૨૬ આસામી પાસેથી રૂ. ૭૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૩ આસામી પાસેથી રૂ. ૧૬૦૦/-, જાહેરમાં થૂંકનાર ૪ આસામી
પાસેથી રૂ. ૪૦૦/- તેમજ ખુલ્લામાં યુરિન કરતાં ૧ આસામી પાસેથી રૂ. ૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે.







