MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંસ્કાર બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંસ્કાર બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા. ૬/૬/૨૦૨૫ ના રોજ સંસ્કાર બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિત ને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પ માં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ રકતદાન અવશ્ય કરવું જોઈએ.