GUJARATJETPURRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કરાઈ સફાઈ નગરજનોએ સ્વચ્છતા રેલી યોજી

તા.૨૮/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: પ્રધાનમંત્રીશ્રીના “સ્વચ્છતા હિ સેવા” અભિયાન અન્વયે દેશભરમાં સ્વચ્છતા સંબધિત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા હિ સેવાના અભિયાનને લોક અભિયાન બનાવવા અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જેમાં જેતપુર નગરપાલિકા વિસ્તારની શાક માર્કેટ, બજારો, રહેણાંક વિસ્તારો, શેરીઓ, નાળા વિસ્તાર, મુખ્ય સડકો, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના કર્મીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી.ઉપરાંત, નગરજનો દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ હતી.




