
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અમદાવાદ SOGના હાથે MD ડ્રગ્સ સાથે ઝડપાયેલ પેડલર્સના કેસમાં એક સ્પા સંચાલકનું નામ ખુલતા પોલીસ તપાસનો ધમધમાટ.
અરવલ્લી: અમદાવાદ ક્રાઈમ SOGની ટીમે નિકોલના ભક્તિ સર્કલ નજીકથી ચાર દિવસ પૂર્વે 48 લાખના MD ડ્રગ્સ સાથે મોડાસાના બે પેડલર્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.આ કેસમાં મોડાસાના એક સ્પા સંચાલક જયેશ નામના શખ્સની શંકાસ્પદ ભૂમિકા હોવાને લઈ અમદાવાદ પોલીસ અને અરવલ્લી પોલીસની ટીમે સ્પા સંચાલકની શોધખોળ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.મોડાસા શહેરમાં ગેરકાયદેસર ધમધમતા સ્પાની આડમાં કુટણખના ચાલે છે એ જગ જાહેર છે.આ બાબતે ભૂતકાળમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા સંગઠનોએ જિલ્લા કલેકટર અને પોલીસવડાને આવેદનપત્ર આપી આવા ધંધાઓ પર અંકુશ લાવવા રજુઆત પણ કરી હતી પરંતુ તંત્રની ‘હોતી હે ચલતી હે’ ની નીતિથી યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યો હોવાને લઇ જનતા ચિંતિત છે.અમદાવાદ પોલીસની કાર્યવાહી બાદ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકાએ જિલ્લાના પોલીસ અધિકારીઓને તપાસના આદેશ કરતા,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભ માં ઉતરી પડ્યા છે.સ્પા ની આડમાં ચાલતા ગેરકાયદે ધંધાઓમાં હજુ પણ પોલીસ નિષ્પક્ષ કરશે તો અન્ય શખ્સોની પણ સંડોવણી બહાર આવી શકે છે.



