
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૮ સપ્ટેમ્બર : માન. કલેકટર સર અને માન. DDO સરની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે આજે 8 સપ્ટેમ્બર, 2025 ના રોજ કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા રહેશે તેથી બાળકોને શાળામાં બોલાવવાના રહેશે નહીં.
તો સંબંધિત અધિકારી / કર્મચારી/આચાર્યશ્રી અને ગુરુજનોએ ખાસ નોંધ લેવી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કચ્છ ભુજની સૂચના અનુસાર.


